White House of terrif: વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પર યુએસ કોર્ટના સ્ટે પર પ્રતિક્રિયા આપી છે. કેરોલિન લેવિટે કહ્યું, ‘વિશ્વભરના અન્ય દેશોને ડોનાલ્ડ ટ્રમ્પમાં વિશ્વાસ છે. તેઓ પણ કદાચ જોઈ રહ્યા છે કે આ નિર્ણય કેટલો હાસ્યાસ્પદ છે. અમે જીતવાનો ઇરાદો ધરાવીએ છીએ, અમે કટોકટી અપીલ દાખલ કરી છે અને અમે સુપ્રીમ કોર્ટ સુધી આ લડાઈ લડવાની આશા રાખીએ છીએ.’