પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં પાટા પર ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળથી તેજ ગતિએ આવી રહેલી એક માલગાડીએ જોરદાર ટક્કર મારતા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે NJP થી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડી ક્રોસ કર્યા બાદ રંગપાનીર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી.
આ દુર્ઘટનામાં ટ્રેનની પાછળની ત્રણ બોગીને ભારે નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર મુસાફરોના મોત થયા છે. રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ રંગપાની અને નિજાબારી વચ્ચે કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આજે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં રંગપાની સ્ટેશન પાસે એક માલગાડીએ પાછળથી આવતી કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને ટક્કર મારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ X પર ટ્વીટ કર્યું છે કે પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના દુઃખદ છે. તેમના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના.
પીએમ મોદીએ પ્રાર્થના કરી છે કે ઘાયલ લોકો જલદી સાજા થાય. તેમણે એમ પણ કહ્યું છે કે તેમણે આ ઘટના અંગે અધિકારીઓ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ અંગે માહિતી મેળવી છે. પીએમએ વળતરની પણ જાહેરાત કરી છે. ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે અસરગ્રસ્ત લોકોની મદદ માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અકસ્માત સ્થળે પહોંચી રહ્યા છે.
8 લોકોના મોત, 25 ઘાયલ
અથડામણ કેટલી ગંભીર હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું. એક બોગી બીજી બોગી ઉપર આવીને હવામાં લટકી ગઈ. બીજી બોગી ટ્રેક પર પલટી ગયેલી જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણ બોગીને દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 25 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃત્યુઆંક ડબલ ડિજિટ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ ચાલુ છે