Vinesh Phogat: ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ગુરુવારે (8 ઓગસ્ટ) કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેમણે કહ્યું કે દેશનું સ્વપ્ન અને તેમની હિંમત તૂટી ગઈ છે. તેની પાસે હવે બહુ તાકાત નથી. પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગાટ ખૂબ જ નારાજ હતી. બુધવાર (7 ઓગસ્ટ)ના રોજ ફાઇનલ મેચમાંથી વધુ વજનના કારણે તેને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ” મા કુશ્તી મારાથી જીતી ગઈ હું હારી ગઈ માફ કરજો. તમારું સપનું અને મારી હિમ્મત તૂટી ગયા છે. આનાથી વધારે તાકાત નથી રહી હવે. અલવિદા કુશ્તી 2001-2024. તમારા દરેક લોકોની ઋણી રહીશ. સુવર્ણચંદ્રક માટેની સ્પર્ધાના થોડા કલાકો પહેલા બુધવારે સવારે વેઇટ-ઇન પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિનેશને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ભારતીય મહિલા કુસ્તીબાજનું વજન 100 ગ્રામ વધુ હતું.
ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો
29 વર્ષની મહિલા કુસ્તીબાજએ જ્યારે સેમિફાઇનલ મેચમાં ક્યુબાના કુસ્તીબાજ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો ત્યારે તેણે ઇતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિક ગેમ્સમાં આવું કરનાર તે દેશની પ્રથમ મહિલા કુસ્તીબાજ બની હતી. આ રીતે તેને 50 કિગ્રા કુસ્તી વર્ગમાં સિલ્વર મેડલ પણ નિશ્ચિત કરવામાં આવ્યો હતો. આખા દેશને વિશ્વાસ હતો કે ઓછામાં ઓછું એક મેડલ નિશ્ચિત છે.
વિનેશ ફોગાટને ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
વિનેશે મંગળવારે (6 ઓગસ્ટ) ત્રણ મુશ્કેલ મેચોમાં ભાગ લીધો હતો. જેના કારણે તેના શરીરમાં ડિહાઇડ્રેશન હતું. આ પછી પણ, તેણે માત્ર થોડું પાણી પીધું, તેના વાળ કપાવ્યા અને કસરત કરી, જેથી તેનું વજન નિર્ધારિત વજન મર્યાદા કરતાં વધી ન જાય. જોકે બુધવારે મળેલી નિરાશાએ તેને તોડી નાખી હતી. આ પછી શરીરમાં પાણીની ઉણપને કારણે વિનેશ ફોગટને ખેલગાંવના પોલી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી.