air strike: યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના એક અધિકારીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું છે કે ઈરાન પરના તાજેતરના હુમલાઓમાં યુએસ સેનાએ B-2 સ્ટીલ્થ બોમ્બરનો ઉપયોગ કર્યો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટાના આધારે આ વિમાનોની હાજરીનો દાવો કરવામાં આવ્યો હોવાના અહેવાલો પછી આ પુષ્ટિ મળી છે.
અધિકારીના જણાવ્યા મુજબ, ચાર B-2 બોમ્બરોએ સીધા અમેરિકાથી ઉડાન ભરી હતી અને ઈરાન ગયા હતા. આ વિમાનોએ ઈરાની ભૂગર્ભ બેલિસ્ટિક મિસાઈલ સ્થળોને નિશાન બનાવ્યા હતા. હુમલા દરમિયાન, આ બોમ્બરોએ 2,000 પાઉન્ડના ડઝનબંધ ભારે બોમ્બ ફેંક્યા હતા.





