રવિવારે બપોરે Udhampur જિલ્લાના ડુડુ તહસીલના ચિલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એન્કાઉન્ટરમાં CRPF જવાન શહીદ થયો છે.

ડીઆઈજી મોહમ્મદ ભટે કહ્યું કે બપોરે 3 વાગ્યે સુરક્ષા દળો પેટ્રોલિંગનું કામ કરી રહ્યા હતા અને આ દરમિયાન સુરક્ષા દળો આતંકવાદીઓ સાથે સામસામે આવી ગયા.

મોટા પાયે ઘેરો
આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ એન્કાઉન્ટરની કામગીરી ચાલી રહી છે.

એન્કાઉન્ટરમાં શહીદ થયેલા CRPF ઈન્સ્પેક્ટર કુલદીપ સિંહ હરિયાણાના રહેવાસી હતા. જે વિસ્તારમાં એન્કાઉન્ટર થયું તે ડુડુથી લગભગ સાડા સાત કિલોમીટર દૂર છે.

આતંકવાદીઓ ખેતરોમાં છુપાયેલા હતા
સીઆરપીએફ જવાનોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળો પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને આતંકીઓ મકાઈના ખેતરોમાં છુપાયેલા હતા. આતંકીઓએ સુરક્ષા દળો પર ઓચિંતો હુમલો કર્યો હતો.

અગાઉ પણ એન્કાઉન્ટર થયું હતું
આ પહેલા 6 ઓગસ્ટે ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. મોડી સાંજ સુધી આતંકીઓને મારવા માટે સુરક્ષા દળોનું સર્ચ એન્ડ ડિસ્ટ્રોય (SADO) ઓપરેશન ચાલુ હતું.