Tamilnadu: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની હાજરીમાં રવિવારે તેમના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સાથે વી સેંથિલ બાલાજી, ડૉ. ગોવી ચેઝિયા, આર રાજેન્દ્રન અને એસએમ નાસારે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શનિવારે કેબિનેટમાં ફેરબદલની જાહેરાત કરી હતી. સીએમ સ્ટાલિનની ભલામણ પર રાજ્યપાલે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રાજ્યપાલની સૂચના અનુસાર, રવિવારે રાજ્યપાલ એન રવિએ સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને ઉપમુખ્યમંત્રી બનાવ્યા. આ સાથે વી સેંથિલ બાલાજીએ ફરીથી મંત્રી તરીકે શપથ લીધા. ધરપકડ બાદ વી સેંથિલ બાલાજીએ રાજીનામું આપી દીધું હતું. ફરી તેમને મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા.
આ સાથે ડૉ. ગોવી ચેઝિયાન, આર રાજેન્દ્રન અને એસએમ નાસારે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. રાજભવનમાં આયોજિત શપથ સમારોહમાં તમિલનાડુના સીએમ એમ સ્ટાલિન સહિત ઘણા ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે એમકેના સાંસદ તિરુચી સિવા, તમિલનાડુ એસએમ એમકે સ્ટાલિનના પત્ની દુર્ગા સ્ટાલિન, તમિલનાડુના મંત્રી પી.કે. શેખર બાબુ, વીસીકે ચીફ થોલ અને અન્ય પણ હાજર હતા.
ઉધયનિધિને વર્ષ 2019માં યુવા સચિવ બનાવવામાં આવ્યા હતા
2019માં તમિલનાડુના ઉધયનિધિ સ્ટાલિનને યુવા સચિવ બનાવવામાં આવ્યા હતા. તે પછી તેમણે જિલ્લાઓમાં ડીએમકે નેતા સ્ટાલિન દ્વારા શરૂ કરાયેલી પંચાયત બેઠકોનો સફળતાપૂર્વક અમલ કર્યો. વધુમાં, તેમણે 2019ની સંસદીય ચૂંટણીમાં DMK ઉમેદવારોના સમર્થનમાં સક્રિયપણે પ્રચાર કર્યો હતો.
યુવા સચિવ તરીકે, ઉધયનિધિ સ્ટાલિને વિવિધ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. સક્રિય રાજકારણ સાથે સંકળાયેલા ઉધયનિધિ સ્ટાલિનને 2021ની વિધાનસભા ચૂંટણી લડવાની તક આપવામાં આવી હતી. 2021ની વિધાનસભા ચૂંટણીમાં, તેમણે તિરુવલ્લીકેની – ચેપાક્કમ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને જંગી જીત મેળવી.