Trump on ceasefire: અમેરિકાની વેપાર અદાલતે કટોકટીની આર્થિક શક્તિઓનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જંગી ટેરિફ લાદવાથી રોકી દીધા છે. ન્યૂયોર્કમાં યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડના ત્રણ ન્યાયાધીશોની પેનલે બુધવારે આ નિર્ણય આપ્યો, જેમાં કહેવામાં આવ્યું કે ટ્રમ્પે પોતાની સત્તાઓ ઓળંગી છે.
આ નિર્ણયથી ટ્રમ્પની વૈશ્વિક ટેરિફ નીતિ પર રોક લાગી છે, જેમાં 2 એપ્રિલે જાહેર કરાયેલ “લિબરેશન ડે” ટેરિફ અને ચીન, મેક્સિકો અને કેનેડા પર અગાઉ લાદવામાં આવેલા ટેરિફનો સમાવેશ થાય છે. આ ટેરિફ ગેરકાયદેસર ડ્રગ ફેન્ટાનાઇલની દાણચોરી રોકવા માટે લાદવામાં આવ્યા હતા. જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે કોર્ટમાં દલીલ કરી હતી કે ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ વેપાર ખાતર બંધ કરવો જોઈએ અને કહ્યું હતું કે જો ટેરિફ બંધ કરવામાં આવે તો તેની અસર થશે. કોર્ટે આ દલીલને ફગાવી દીધી હતી.
કોર્ટના આ નિર્ણયથી ટ્રમ્પના મોટાભાગના ટેરિફ પર રોક લાગી ગઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ આ નિર્ણય પછી તાત્કાલિક અપીલ દાખલ કરી, જેના કારણે ગ્રાહકો અને કંપનીઓ માટે પરિસ્થિતિ અનિશ્ચિત બની ગઈ છે. આ કેસ હવે ઉચ્ચ અદાલતો અને કદાચ સુપ્રીમ કોર્ટમાં પહોંચી શકે છે.