Putin: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે પુતિન સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે. ટ્રમ્પે આ નિવેદન તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે મારા રશિયાના વ્લાદિમીર પુતિન સાથે હંમેશા ખૂબ સારા સંબંધો રહ્યા છે, પરંતુ તેમની સાથે કંઈક બન્યું છે. તેઓ સંપૂર્ણપણે પાગલ થઈ ગયા છે. ટ્રમ્પે કહ્યું કે પુતિન યુક્રેનિયન શહેરો પર બિનજરૂરી રીતે મિસાઇલો અને ડ્રોન ફાયર કરી રહ્યા છે, જેના કારણે ઘણા લોકો માર્યા ગયા છે. જો તેઓ આમ કરશે, તો તે રશિયાને પતન તરફ દોરી જશે,”. યુએસ રાષ્ટ્રપતિએ રશિયા પર વધુ પ્રતિબંધો લાદવાની ધમકી આપી હતી.
ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું, “ઝેલેન્સ્કી જે રીતે વાત કરે છે તેનાથી દેશનું કોઈ ભલું થવાનું નથી. તેમના મોંમાંથી નીકળતી દરેક વાત મુશ્કેલી પેદા કરે છે. ટ્રમ્પનું આ નિવેદન રશિયા દ્વારા યુક્રેન પર 3 વર્ષમાં સૌથી મોટા હવાઈ હુમલા બાદ આવ્યું છે. યુક્રેનિયન વાયુસેના અનુસાર, શનિવારે રાત્રે રશિયાએ કિવ પર 9 બેલિસ્ટિક મિસાઇલ, 60 ક્રુઝ મિસાઇલ અને 298 ડ્રોનથી હુમલો કર્યો હતો.