Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે તેમના પીએમ મોદી સાથે સારા સંબંધો છે, પરંતુ તેનું કારણ ટેરિફ છે. મંગળવારે રિપબ્લિકન પાર્ટીના એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “વડાપ્રધાન મોદી મારી પાસે આવ્યા અને પૂછ્યું કે શું તેઓ મારી સાથે મળી શકે છે, તેથી હું તેમની સાથે મળ્યો. મારા પીએમ મોદી સાથે સારા સંબંધો છે, પરંતુ તેઓ મારાથી ખુશ નથી કારણ કે તેમને તેલ પર ઊંચા ટેરિફ ચૂકવવા પડે છે. જોકે, હવે તેઓ રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડી રહ્યા છે.”





