SCO Summit: ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ ચાલી રહી છે. આ દરમિયાન સોમવારે એક મોટી તસવીર જોવા મળી. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રણેય SCO પ્લેટફોર્મ પર આગળ આવ્યા અને હસતાં હસતાં એકબીજા સાથે હાથ મિલાવ્યા. થોડીવાર સુધી ત્રણેય નેતાઓ હસતા રહ્યા અને એકબીજાને સાંભળતા રહ્યા. ચીનના તિયાનજિનનો આ ફોટો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નારાજ કરી શકે છે. જેમણે ભારત પર 50 ટકા ટેરિફ બોમ્બ ફેંક્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બેઠકનો ફોટો પણ શેર કર્યો છે અને લખ્યું છે. “તિયાનજિનમાં વાતચીત ચાલુ છે! SCO Summit દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ શી સાથે વિચારોનું આદાન-પ્રદાન.”
દુનિયાની નજર SCO પર
ભારત સહિત વિશ્વભરના દેશો પર ટ્રમ્પના ભારે ટેરિફ તણાવ વચ્ચે હવે દરેકની નજર SCO Summit અને તેના ટોચના નેતાઓની બેઠક પર છે. લોકો SCO દેશો શું નિર્ણય લે છે તે જોવાની રાહ જોઈ રહ્યા છે. જ્યારે આ ત્રણેય નેતાઓ હાથ પકડીને હસતા હતા. ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ તેમની બાજુમાં ઉભા હતા અને આ બધું જોઈ રહ્યા હતા.
પીએમ મોદીએ શી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી
તમને જણાવી દઈએ કે રવિવારે વડા પ્રધાન મોદીએ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આજે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાના છે. દસ સભ્યોવાળા શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના રાષ્ટ્રાધ્યક્ષોનું શિખર સંમેલન સોમવારે ચીનના તિયાનજિનમાં શરૂ થયું હતું. 25મી શિખર સંમેલન ઔપચારિક રીતે રવિવારે રાત્રે શી જિનપિંગ દ્વારા આયોજિત ભવ્ય ભોજન સમારંભ સાથે શરૂ થયું હતું. વડા પ્રધાન મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અન્ય નેતાઓએ પણ તેમાં હાજરી આપી હતી. આ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંગઠનના અન્ય નેતાઓએ આ જૂથની ભાવિ દિશા નક્કી કરવા માટે એક દિવસીય સમિટમાં ચર્ચા શરૂ કરી છે.