Thailand: થાઇલેન્ડે શુક્રવારે કંબોડિયા સરહદે આવેલા આઠ જિલ્લાઓમાં માર્શલ લો જાહેર કર્યો. બંને દેશો વચ્ચે બીજા દિવસે પણ ગોળીબાર ચાલુ રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. થાઇલેન્ડના વડા પ્રધાને કહ્યું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ ટૂંક સમયમાં સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, થાઇલેન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઇએ શુક્રવારે ચેતવણી આપી હતી કે આ સંઘર્ષ યુદ્ધની સ્થિતિમાં ફેરવાઈ શકે છે. ગુરુવારથી સંઘર્ષ શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 16 લોકો માર્યા ગયા છે.