Telanganaના વારંગલ જિલ્લામાં ચોરોએ જાહેર ક્ષેત્રની બેંકમાં ચોરીની મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ચોરોએ બેંકમાંથી ૧૯ કિલોગ્રામથી વધુ વજનના સોનાના ઘરેણાની ચોરી કરી હતી.ચોરી કરીને લઈ ગયેલા સોનાના ઘરેણાની કિંમત ૧૩ કરોડથી વધુ માનવામાં આવી રહી છે.

Telangana: ચોર સીસીટીવી કેમેરો તોડી ડીવીઆર પણ સાથે લઈ ગયા

Telangana: પોલીસે આ બનાવની જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું હતું કે ચોરની ટોળી રાયપર્તિ ડિવિઝન સ્થિત બેંકની શાખામાં ગેસ કટરથી બારીને કાપીને બેંકમાં ઘુસ્યા હતાં. તેઓ મુખ્ય તિજોરીમાંથી લગભગ ૧૯.૫ કિલોગ્રામ વજનના સોનાના ઘરેણાની ચોરી કરીને ફરાર થયા છે.

બેંક કર્મચારીઓ મંગળવારે બેંકમાં આવતા તેઓને ચોરી થયાનું માલુમ થયું હતું. બેંકના અધિકારીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ બેંકમાં ચોરી કરવા આવેલા ચોરો ખૂબજ ચતુર હતાં. તેઓએ સીસીટીવી તોડી નાખ્યું હતું બેંકમાં ડીવીઆર મળી ન આવતા તેઓ તે પણ સાથે લઇ ગયા હોવાનું માનવામાં આવે છે.

આબેંકની શાખામાં ચોરીના બનાવની જાણ થતાં લોકો એકત્રીત થઈ ગયા હતાં. પોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે બેંકની શાખામાં સીસીટીવી કેમેરો ક્ષતીગ્રસ્ત મળી આવ્યો છે. ચોર બેંકમાંથી ડિઝીટલ વીડિયો રેકોર્ડર પણ સાથે લઇ ગયા છે. પોલીસે આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ફોરેન્સીક અવલોકન કરીને ચોરોનું પગેરુ મેળવવા માટે ચાર ટીમની રચના કરીને વધુ તપાસ શરૂ કરી છે.