Muskએ X હેન્ડલ પર માઇક્રોસોફ્ટ પર એક મીમ શેર કર્યો છે.

માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનટાઇમના કારણે વિશ્વભરના યુઝર્સને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે માત્ર માઈક્રોસોફ્ટની સિસ્ટમ જ નહીં પરંતુ દુનિયાભરની ઘણી કંપનીઓ પણ તેનાથી પ્રભાવિત થઈ છે. હાલમાં આ આઉટેજનું કારણ સ્પષ્ટ નથી. હવે એલોન મસ્ક પણ આ વાત પર તરાપ મારી છે. મસ્કએ X હેન્ડલ પર માઇક્રોસોફ્ટ પર એક મીમ શેર કર્યો છે.

બધુ બંધ પરંતુ x ચાલુ

એલોન મસ્કએ X પર એક મીમ શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ X છે જે ટોચ પર ઉભો છે અને ઘણા લોકો નીચે ઉભા છે. મસ્કે તેની સાથે લખ્યું છે કે બાકી બધું બંધ છે, આ એપ હજુ પણ કામ કરે છે. આ સિવાય તેણે એક જુનું tweet પણ retweet કર્યું છે. આમાં તેણે માઇક્રોસોફ્ટની સરખામણી મેક્રોહાર્ડ સાથે કરી છે.