Sikh Riot case: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ રમખાણોના એક કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર સામે આરોપો ઘડવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી કોર્ટે કહ્યું હતું કે ટાઇટલર સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે. ટાઇટલર સામે કલમ 143, 153A, 188, 149 વગેરે હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. સીબીઆઈએ આ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી છે.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984માં પુલ બંગશ વિસ્તારમાં શીખ લોકોની હત્યાના કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર સામે આરોપો ઘડવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું કે આરોપી જગદીશ ટાઇટલર સામે આરોપ ઘડવા માટે પૂરતી સામગ્રી છે. ટાઇટર સામે કલમ 143, 153A, 188, 149 વગેરે હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. સીબીઆઈએ ટાઈટલર વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.

પુલ બંગશ પાસે ત્રણ શીખોની હત્યા કરવામાં આવી હતી
આ મામલો 1984માં ગુરુદ્વારા પુલ બંગશ નજીક ધાર્મિક સ્થળ પર ત્રણ શીખોની હત્યા અને આગચંપીનો છે. આ ઘટના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ બની હતી.