Sheikh haseena: તપાસ રિપોર્ટમાં તારણ કાઢ્યું છે કે હસીનાએ પોતે સરકારી સુરક્ષા એજન્સીઓ, તેમના પક્ષ અને તેની સાથે સંકળાયેલા સંગઠનોને સીધા આદેશો આપ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. આ કાર્યવાહી 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસક કાર્યવાહીમાં તેમની કથિત ભૂમિકા માટે કરવામાં આવી છે, જે આખરે આવામી લીગ સરકારના પતન, શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડવામાં પરિણમી હતી.

બાંગ્લાદેશના એક સરકારી વકીલે રવિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પર ‘માનવતા વિરુદ્ધ ગુનાઓ’નો આરોપ લગાવ્યો હતો. 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસક કાર્યવાહીમાં તેમની કથિત ભૂમિકા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે, જે આખરે આવામી લીગ સરકારના પતન, શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડવામાં પરિણમી હતી.

તપાસ રિપોર્ટમાં તારણ કાઢ્યું છે કે હસીનાએ પોતે સરકારી સુરક્ષા એજન્સીઓ, તેમના પક્ષ અને તેની સાથે સંકળાયેલા સંગઠનોને સીધા આદેશો આપ્યા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા.

બાંગ્લાદેશના સ્થાનિક આંતરરાષ્ટ્રીય ગુનાઓ ટ્રિબ્યુનલ (ICT) ના મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઇસ્લામે રવિવારે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, “આ હત્યાઓ પૂર્વ આયોજિત હતી.” તેમણે વિડીયો પુરાવા અને વિવિધ એજન્સીઓ વચ્ચેની એન્ક્રિપ્ટેડ વાતચીતનો ઉલ્લેખ કરીને આ વાત કહી હતી. સમાચાર એજન્સી બ્લૂમબર્ગના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.

અહેવાલ મુજબ, મુખ્ય ફરિયાદીએ કહ્યું, “પુરાવાઓની સંપૂર્ણ તપાસ કર્યા પછી, અમે તારણ કાઢ્યું કે તે એક સંગઠિત, વ્યાપક અને સુનિયોજિત હુમલો હતો. શેખ હસીનાએ તમામ સુરક્ષા એજન્સીઓ અને તેમના પક્ષના સશસ્ત્ર કાર્યકરોને આંદોલનને કચડી નાખવા માટે છૂટ આપી હતી.

‘સુરક્ષા દળોની કાર્યવાહી માટે શેખ હસીના સંપૂર્ણ જવાબદારી લે છે’

પ્રોસિક્યુટરોએ વધુમાં આરોપ લગાવ્યો કે સરકારના વડા તરીકે શેખ હસીના આ અશાંતિ દરમિયાન થયેલી સુરક્ષા દળોની કાર્યવાહી માટે સંપૂર્ણ જવાબદારી લે છે. હસીના સામે આ આરોપો એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ અવામી લીગની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. સતત વિરોધ પ્રદર્શનો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે યુનુસ સરકાર પર પણ દબાણ વધી રહ્યું છે અને દેશમાં તાત્કાલિક સામાન્ય ચૂંટણીઓની માંગ ઝડપથી વધી રહી છે.