Red Sea: યમનના હુથી બળવાખોરો દ્વારા ડૂબી ગયેલા ‘એન્ટરટેનમેન્ટ’ જહાજ વિશે એક મોટી માહિતી પ્રકાશમાં આવી છે. યુરોપિયન નૌકાદળ ‘ઓપરેશન એસ્પાઇડ્સ’ અનુસાર, જહાજ પર સવાર 22 લોકોમાંથી એક ભારતીય સહિત છ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 19 અન્ય લોકો હજુ પણ ગુમ છે. આ જહાજ પર 21 ફિલિપાઇન નાગરિકો, એક રશિયન અને ત્રણ સભ્યોની સુરક્ષા ટીમ હતી. અહેવાલ મુજબ, હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોનું પણ મૃત્યુ થયું છે. તાજેતરના દિવસોમાં હુથીઓ દ્વારા ડૂબી ગયેલું આ બીજું જહાજ છે.