કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shahએ છત્તીસગઢના રાયપુરમાં ઉચ્ચ સ્તરીય આંતર-રાજ્ય સંકલન બેઠકની અધ્યક્ષતા કરી હતી. શનિવારે યોજાયેલી આ બેઠકમાં સાત રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

આ બેઠકમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ, નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય હાજર રહ્યા હતા. તે જ સમયે, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો (ડીજીપી) એ પણ ભાગ લીધો હતો.

બેઠકમાં શું ચર્ચા થઈ?
તેમણે જણાવ્યું કે બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને કેટલાક અંશે મહારાષ્ટ્ર નક્સલ સમસ્યાથી મુક્ત થઈ રહ્યા છે. 2004 થી 2014 દરમિયાન 16 હજાર ઘટનાઓ ઘટી હતી, જ્યારે 2014 પછીથી અત્યાર સુધીમાં આશરે 7 હજાર ઘટનાઓ ઘટી છે. આમાં લગભગ 53 ટકા ની ઘટાડો થયો છે. નાગરિક સુરક્ષામાં 79 ટકા ઉન્નતિ થઈ છે. 2010 માં 96 નક્સલ પ્રભાવિત જિલ્લાઓ હતા, જે હવે લગભગ 42 પર આવી ગયા છે. પોલીસ સ્ટેશનોની સંખ્યા 171 સુધી મર્યાદિત થઈ છે. 2019 થી અત્યાર સુધી CAPFના 200 થી વધુ કેમ્પ બનાવવામાં આવ્યા છે. વામપંથી ઉગ્રવાદના નાણાકીય સિસ્ટમ પર મોટો પ્રહાર કરવામાં આવ્યો છે, જેમાં EDની પણ મોટી ભૂમિકા રહી છે.

CM સાય અને ડેપ્યુટી CMને આપ્યો આભાર

કેન્દ્રિય ગૃહમંત્રીએ જણાવ્યું કે, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય અને ડેપ્યુટી CM વિજય શર્માનો આભાર વ્યક્ત કરું છું કે નક્સલ મુદ્દે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. મોટી સંખ્યામાં નક્સલીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. નવા કેમ્પો ખોલવામાં આવ્યા છે. હિડમાના ગામમાં જઈને ડેપ્યુટી CM ગ્રામજનોને આધાર કાર્ડ આપે છે, તો આ બધું જોઈને દિલ્હીમાં અમને શાંતિ મળે છે. સુકમાના છ ગામોમાં સ્વાતંત્ર્ય પછી પ્રથમ વખત આદિવાસીઓએ મતદાન કર્યું છે. આજે સુરક્ષાદળોના જવાનો સુરક્ષા સાથે સાથે વિસ્તારના વિકાસ માટે પણ યોગદાન આપી રહ્યા છે.

નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વધતી સુવિધાઓ

બસ્તરમાં 1500 થી વધુ મોબાઇલ ટાવર લગાવ્યા છે જેથી કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય. રસ્તાઓની કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં આવ્યો છે. દર ત્રણ કિલોમીટરે એક પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી છે. બેન્ક, ATM જેવી સુવિધાઓ પહેલીવાર ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી છે. કૌશલ્ય વિકાસ માટે ITI ખોલવામાં આવ્યા છે. 164 એકલવ્ય વિદ્યાલયો ખોલવામાં આવ્યા છે.

નક્સલીઓ હથિયાર છોડે, અમે તેમની ચિંતા કરીશું

શાહે જણાવ્યું કે વિવિધ રાજ્ય સરકારો વચ્ચે સંયુક્ત ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારની એજન્સીઓ શ્રેષ્ઠ સંકલન કરી રહી છે. નકલી અથડામણના આરોપો પર અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસ પોતાનું કામ કરી રહી છે, અને અમે અમારું કામ કરી રહ્યા છીએ. શાંતિ ચર્ચા અંગે અમિત શાહે અપીલ કરી હતી કે નક્સલીઓ સમર્પણ કરે, હથિયાર છોડે, અમે તેમની ચિંતા કરીશું.