હરિયાણામાં જીત બાદ PM Modiનું પહેલું નિવેદન, ‘અમે કોઈ કસર છોડીશું નહીં…’
હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી આપવા બદલ PM Modiએ જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. પીએમ મોદીએ કહ્યું કે હું હરિયાણાના લોકોને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપવા બદલ સલામ કરું છું. આ વિકાસ અને સુશાસનની રાજનીતિની જીત છે. હું અહીંના લોકોને ખાતરી આપું છું કે અમે તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં.
હું મારા તમામ સાથીઓને પણ અભિનંદન આપું છું જેમણે આ મહાન વિજય માટે અથાક અને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું! તમે માત્ર રાજ્યની જનતાની સારી સેવા કરી નથી, પરંતુ અમારો વિકાસ એજન્ડા તેમના સુધી પહોંચાડ્યો છે. જેના પરિણામે હરિયાણામાં ભાજપે આ ઐતિહાસિક જીત હાંસલ કરી છે.