Pm Modi: કેન્દ્ર સરકારે દિલ્હી મેટ્રોના વિસ્તરણ અંગે એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિલ્હી મેટ્રો ફેઝ ૫(એ) ના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ₹૧૨,૦૧૫ કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે, જે દિલ્હીની જાહેર પરિવહન વ્યવસ્થામાં વધુ સુધારો કરશે.

દિલ્હી મેટ્રો ફેઝ ૫(એ) પ્રોજેક્ટ શું છે?

આ વિસ્તરણ યોજનાનો હેતુ દિલ્હીના દૂરના વિસ્તારોને મેટ્રો નેટવર્ક સાથે જોડવાનો અને રસ્તા પર ભીડ ઘટાડવાનો છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹૧૨,૦૧૫ કરોડ છે. આનાથી મેટ્રો લાઇનમાં કુલ ૧૬ કિલોમીટરનો વધારો થશે અને ૧૩ સ્ટેશનો ઉમેરવામાં આવશે, જેમાં ૧૦ ભૂગર્ભ અને ત્રણ એલિવેટેડનો સમાવેશ થાય છે.

માળખાગત સુવિધાને વેગ મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હી મેટ્રો માટે ત્રણ નવા કોરિડોરની કેન્દ્રીય કેબિનેટની મંજૂરીનું સ્વાગત કરતા કહ્યું કે આ નિર્ણય રાજધાનીના માળખાગત સુવિધાને મોટો વેગ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિર્ણયનું સ્વાગત કર્યું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની ખુશી વ્યક્ત કરી.

પીએમ મોદીએ શું કહ્યું?

આ અંગે, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “દિલ્હીના માળખાગત સુવિધાને મોટો પ્રોત્સાહન મળ્યું છે! દિલ્હી મેટ્રો ફેઝ 5(A) પ્રોજેક્ટ હેઠળ ત્રણ નવા કોરિડોરને કેબિનેટની મંજૂરી આપણી રાજધાનીના મેટ્રો નેટવર્કને વિસ્તૃત કરશે, ‘જીવનની સરળતા’ વધારશે અને ભીડ ઘટાડશે.”