PM નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન દ્વારા આ ધમકી મળી છે.

મળતી માહિતી મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે કે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને PM નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતો કોલ આવ્યો છે. ફોન કરનારે કહ્યું કે પીએમ મોદીને મારવાની યોજના બનાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કોલ ગઈ કાલે રાત્રે લગભગ 9 વાગ્યે પોલીસ કંટ્રોલ નંબર પર આવ્યો હતો. હવે પોલીસે આ સમગ્ર મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે ધમકીભર્યા કોલની તપાસ શરૂ કરી છે.

વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી SPGના ખભા પર છે
દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPGની છે. વડાપ્રધાનની આસપાસનું પ્રથમ સુરક્ષા વર્તુળ માત્ર SPG જવાનોનું બનેલું છે.

PMની સુરક્ષામાં લાગેલા આ જવાનોને અમેરિકાની સિક્રેટ સર્વિસની ગાઈડલાઈન મુજબ ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમની પાસે MNF-2000 એસોલ્ટ રાઈફલ, ઓટોમેટિક ગન અને 17M રિવોલ્વર જેવા આધુનિક હથિયારો છે.