Pm Modi: પ્રધાનમંત્રી મોદી આજે આંધ્રપ્રદેશમાં 58,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
કેરળના તિરુવનંતપુરમમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8,900 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ‘વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ’ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ હાજર હતા. કેરળ સરકારનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) દ્વારા જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ વિકસાવવામાં આવ્યો છે.