Pm birthday: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા. વડા પ્રધાન મોદીએ આ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે. પીએમ મોદીએ કહ્યું, તમારા ફોન કોલ અને મારા 75મા જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા. વડા પ્રધાન મોદીએ આ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, મારા મિત્ર, તમારા ફોન કોલ અને મારા 75મા જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવવા બદલ આભાર. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકાના વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફની તમારી પહેલને સમર્થન આપીએ છીએ.

ટ્રમ્પ ટેરિફ પછી, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં થોડી કડવાશ આવી હતી, પરંતુ હવે આ કડવાશ ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. બંને દેશો વચ્ચેના સંબંધો હવે પાટા પર આવી ગયા છે. મંગળવારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા પર ચર્ચા થઈ હતી. વાતચીત બાદ ભારતનું આ અંગે નિવેદન પણ આવ્યું હતું. ભારતે કહ્યું હતું કે બધું જ સકારાત્મક છે. અમેરિકન ચીફ નેગોશીયેટર બ્રેન્ડન લિંચે ખાતરી આપી હતી કે ભારત સાથેના સોદામાં કોઈ અવરોધ નહીં આવે.

ભારતના અધિક સચિવ રાજેશ પણ બેઠકમાં હાજર હતા. બેઠકમાં વેપાર ભાગીદારી અને દ્વિપક્ષીય વેપાર કરાર સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મંગળવારે યોજાયેલી આ બેઠકમાં બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ના પ્રથમ તબક્કાને નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અંગે વાત કરી હતી. આ સાથે, છઠ્ઠા રાઉન્ડની વાતચીત ક્યારે શરૂ થશે અને કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તે પણ નક્કી કરવામાં આવ્યું હતું.

50% ટેરિફ પછી સંબંધોમાં ખટાશ

ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. આ ખટાશ પાછળ રશિયાનો હાથ હતો. વાસ્તવમાં, અમેરિકા નથી ઇચ્છતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે. તાજેતરમાં તેણે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે અને તેમાંથી મોટો નફો કમાઈ રહ્યું છે. ભારતે આ અંગે કડક પ્રતિક્રિયા આપી હતી. આ પછી, બંને દેશો વચ્ચે થોડા સમય માટે તણાવ વધી ગયો હતો.