Pakistan: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા વિનાશક પૂરને કારણે છેલ્લા બે અઠવાડિયામાં 37 લાખથી વધુ લોકો બેઘર થયા છે. આવા સમયે, 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનું સંગઠન પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) ખુલ્લેઆમ રાહત કાર્યમાં સક્રિય થઈ ગયું છે અને પંજાબ પ્રાંતીય વહીવટીતંત્ર સાથે સીધી રીતે કામ કરતું જોવા મળે છે. ગુરુવારે, PMML દ્વારા એક તસવીર બહાર પાડવામાં આવી હતી, જેમાં ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર કેપ્ટન (નિવૃત્ત) નદીમ નાસિરને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા દર્શાવવામાં આવ્યા હતા. આ તસવીરમાં, નાસિર PMML કાર્યકરો સાથે બોટ પર પૂરગ્રસ્ત ગામોનું નિરીક્ષણ કરતા જોવા મળે છે.