Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઘણી મોટી કાર્યવાહી કરી છે, જેનાથી પાકિસ્તાન ગિન્નાયુ છે. આ દરમિયાન, ભારતીય નૌકાદળે પણ અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી છે, આ કારણે પાકિસ્તાનને યુદ્ધનો ડર સતાી રહ્યો છે. ભારત અને જર્મનીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિત અલીએ શાહબાઝ સરકારને ચેતવણી આપી છે.

‘પાકિસ્તાને કાયદો અને વ્યવસ્થામાં અસ્થિરતા માટે તૈયાર રહેવું જોઈએ’

અબ્દુલ બાસિત અલીએ કહ્યું કે પહેલગામમાં થયેલા તાજેતરના હુમલા બાદ ભારત થોડા દિવસોમાં પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી શકે છે. એક અહેલાલ મુજબ તેમણે પાકિસ્તાન સરકારને આગામી સમયમાં કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. તેમણે 2016ના ઉરી અને 2019ના પુલવામા હુમલા પછી ભારતની અગાઉની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો.

‘ભારત એક અઠવાડિયામાં મોટી કાર્યવાહી કરી શકે છે’

બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યુ કે, સરહદ પારથી ગમે ત્યારે હુમલા થઈ શકે છે. તેમણે કહ્યું, “આવા હુમલા આપણી સરહદોની અંદર પણ થઈ શકે છે, જેના પછી ભારત દાવો કરશે કે તેમણે લોન્ચ પેડ્સ અને આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો છે. ભલે તે એક અઠવાડિયામાં થાય કે 15 દિવસમાં, કંઈક તો થશે જ.”

સિંધુ જળ સંધિ રદ કરવા અંગે હાલમાં કોઈ રાજદ્વારી સમસ્યા નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાન સરકાર તરફથી બલુચિસ્તાન અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી કાર્યવાહીની અપેક્ષા રાખી શકાય છે. તેમણે કહ્યું, “સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે સમાપ્ત, સ્થગિત અથવા સુધારી શકાતી નથી.”

‘પાકિસ્તાને વિશ્વ બેંકનો સંપર્ક કરવો જોઈએ’

અબ્દુલ બાસિત અલીએ પાકિસ્તાન સરકારને સિંધુ જળ સંધિના મધ્યસ્થી અને ગેરંટર, વિશ્વ બેંકનો સંપર્ક કરવા અને મજબૂત રાજદ્વારી પ્રતિભાવ તૈયાર કરવા વિનંતી કરી છે. ભારત પર આરોપ લગાવતા તેમણે કહ્યું, “ભારત તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું પાલન કરી રહ્યું નથી. વિશ્વના સૌથી મોટા લોકશાહી અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાન મેળવવાની તેની આકાંક્ષાઓ માટે આ એક મોટી વાત છે.”