Venezuela: વેનેઝુએલાના વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના માચાડોએ દેશના તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવા અપીલ કરી છે. અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને અટકાયતમાં લેવા માટે લશ્કરી કાર્યવાહી હાથ ધર્યા બાદ તેમણે આ વિનંતી કરી હતી.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ માચાડોની અપીલને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બધા વેનેઝુએલાના લોકોની જેમ, માચાડો પણ શાંતિપૂર્ણ, લોકશાહી પરિવર્તનની તરફેણમાં અવાજ ઉઠાવવા માટે ફ્રાન્સના સમર્થન પર વિશ્વાસ કરી શકે છે જે વેનેઝુએલાના લોકોની સાર્વભૌમ ઇચ્છાનો સંપૂર્ણ આદર કરે છે.

દરમિયાન, માચાડોએ પણ ઇન્સ્ટાગ્રામ પર મેક્રોનનો તેમના સમર્થન બદલ આભાર માનતા પોસ્ટ કરી. તેણીએ લખ્યું, “તમામ રાજકીય કેદીઓની સ્વતંત્રતા અમારી તાત્કાલિક પ્રાથમિકતા છે. હું વિશ્વભરના તમામ રાષ્ટ્રપ્રમુખો, સરકારો અને લોકશાહીમાં વિશ્વાસ રાખનારા લોકોને આ નિર્ણાયક ક્ષણે અમારું સમર્થન કરવા અપીલ કરું છું. વેનેઝુએલા મુક્ત થશે.”