Operation Sindoor : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષ હતો. ત્યારે 26 મૃતકોને ન્યાય આપવા ભારત સરકારે એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી.ત્યારે વડોદરા માટે ગૌરવની વાત એ છે કે, Operation Sindoorને લીડ કરનાર કર્નલ સોફિયા કુરૈશી મૂળ વડોદરાના છે તેમનો જન્મ અને અભ્યાસ વડોદરામાં થયો છે.
Operation Sindoor : પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ નવી દિલ્હી ખાતે સેનીની એક પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં સંબોધન કરનાર કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો અને તેમને વડોદરાની એમએસયુમાંથી બાયોકેમેસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. સોફિયાના દાદા પણ આર્મી હતા અને તેમના પતિ પણ સેનામાં ફરજ બજાવી રહ્યાં છે. કર્નલ સોફિયાના પિતા ફતેગંજ EMEમાં હતા અને તેમનો પરિવાર વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતો હતો. જોકે તેમના પિતાની વડોદરાથી યુપી બદલી થતા પરિવાર યુપીમાં સ્થાયી થયો છે.
1981માં વડોદરામાં જન્મેલા લેફ્ટનન્ટ કર્નલ કુરેશીએ એમએસયુ બરોડાના સાયન્સ ફેકલ્ટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી. અને બાયોકેમિસ્ટ્રીમાં એમ.એસસી. (1997 બેચ)નો અભ્યાસ કર્યો છે. તેઓ 1999માં ભારતીય સેનામાં જોડાયા. આ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2025માં લેફ્ટનન્ટ કર્નલ કુરેશીએ MSU બરોડા ખાતે બાયોકેમિસ્ટ્રી વિભાગની મુલાકાત લીધી હતી. જ્યાં ફેકલ્ટી અને ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની મુલાકાત વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે એક પ્રેરણાદાયક ક્ષણ હતી.
આ પણ વાંચો..
- અરવિંદ કેજરીવાલે AAP નેતા Pravin Ramની ખેડૂતો માટેની 14 દિવસની પદયાત્રાની નોંધ લીધી
- Gandhinagar: ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા દિવસે કોંગ્રેસનો દેખાવો, સુરક્ષા કડક અને ચૈતર વસાવાની હાજરી
- Kutch: જિલ્લામાં તોફાની વરસાદથી જળબંબાકાર, શાળાઓ બંધ અને ગ્રામજનોને ઍલર્ટ
- સ્પેને Israelને આપ્યો ઝટકો, શસ્ત્રોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
- 100થી વધુ લોકો પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા પરંતુ પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી: Jitu Upadhyay AAP