Nigeria સેનાએ બળવાખોરો સામે મોટો હુમલો કર્યો. આ હવાઈ હુમલામાં ઘણા નાગરિકોના મોત થયા છે. પોલીસ પર બળવાખોરોના હુમલાના જવાબમાં નાઇજિરિયન વાયુસેનાએ આ હુમલો કર્યો હતો.

નાઇજીરીયામાં, બળવાખોરોએ પોલીસ પર હુમલો કર્યો હતો. બળવાખોરોના આવા હુમલાઓ બાદ, લશ્કરી દળોએ વળતો પ્રહાર કર્યો છે જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા છે. નાઇજિરિયન વાયુસેનાએ કાત્સિના રાજ્યના સફાના વિસ્તારમાં માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા જાહેર કરી નથી, પરંતુ પ્રવક્તા ઓલુસોલા અકિનબોયેવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા નક્કી કરવામાં આવી રહી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

બળવાખોરોના હુમલાઓનો જવાબ
અકિનબોયેવાએ નાગરિક જાનહાનિના અહેવાલોને “અત્યંત ચિંતાજનક” ગણાવ્યા અને કહ્યું કે વાયુસેનાએ પોલીસ પર બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાના બદલામાં આ હુમલો કર્યો હતો. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જૂથ ‘એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ’ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે. માનવાધિકાર જૂથોએ આ હવાઈ હુમલાને નાઇજિરિયન સૈન્ય દ્વારા માનવાધિકાર ઉલ્લંઘનની શ્રેણીમાં નવીનતમ ગણાવ્યો હતો અને સરકારને સ્વતંત્ર તપાસ કરવા હાકલ કરી હતી.

અત્યાર સુધીમાં સેંકડો નાગરિકોના મોત થયા છે
તમને જણાવી દઈએ કે આ વર્ષે બીજી વખત નાઈજીરીયાના અશાંત ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં લશ્કરી હવાઈ હુમલામાં નાગરિકો માર્યા ગયા છે. નાઇજીરીયાની સેના દેશના ઉત્તરમાં અસ્થિરતા ફેલાવનારા બળવાખોરોને ખદેડવા માટે વારંવાર હવાઈ હુમલા કરે છે. લાગોસ સ્થિત SBM ઇન્ટેલિજન્સ રિસર્ચ ફર્મ અનુસાર, 2017 થી હવાઈ હુમલામાં લગભગ 400 નાગરિકો માર્યા ગયા છે.