નવી મુંબઈ પોલીસે 5 Bangladeshઓની ધરપકડ કરી છે. આ લોકો કોપરખૈરણે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. આ લોકોમાં 4 મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે.
Bangladesh માં ગંભીર પરિસ્થિતિ વચ્ચે નવી મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવી મુંબઈ પોલીસે 5 Bangladesh ઓની ધરપકડ કરી છે. આ લોકોની નવી મુંબઈના કોપરખૈરણે વિસ્તારની એક બિલ્ડિંગમાંથી ધરપકડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
આરોપીઓ બાંગ્લાદેશ-ભારત સરહદેથી ઘૂસણખોરી કરીને ત્યાંથી નવી મુંબઈ પહોંચ્યા હતા. આરોપીઓ નવી મુંબઈ પહોંચ્યા બાદ કોપરખૈરણે વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. આ આરોપીઓમાં 4 મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશમાં કેવી છે સ્થિતિ?
બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા પછી પણ હિંસા અને દેખાવોનો સિલસિલો ચાલુ છે. વચગાળાના સરકારના નેતા મોહમ્મદ યુનુસે હિન્દુઓ અને લઘુમતીઓ પરના હુમલાની આકરી નિંદા કરી છે. આમ છતાં દેશમાં હિંસાના અહેવાલો છે.
ઢાકા ટ્રિબ્યુનના સમાચાર મુજબ ગોપાલગંજ વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ સેના પર હુમલો કર્યો જેમાં પાંચથી વધુ સેનાના જવાનો ઘાયલ થયા. શનિવારે સેનાના જવાનો અને અવામી લીગના સમર્થકો વચ્ચેની ઉગ્ર અથડામણ બાદ ટોળાએ આર્મીના વાહનને આગ ચાંપી દીધી હતી.
આ ઘટનામાં સેનાના જવાનો, પત્રકારો અને સ્થાનિક લોકો સહિત લગભગ 15 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બેને ગોળી વાગી હતી. આ ઘટના શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે સદર ઉપજિલ્લાના ગોપીનાથપુર બસ સ્ટેન્ડ પર બની હતી.
વાસ્તવમાં, અવામી લીગના હજારો નેતાઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દેશમાં પરત લાવવાની માંગ સાથે વિરોધમાં હાઇવે બ્લોક કરવા માટે એકઠા થયા હતા. સૈન્યના જવાનોએ દરમિયાનગીરી કરી અને દેખાવકારોને રસ્તો ખાલી કરવાનો નિર્દેશ આપ્યો પરંતુ ભીડે તેમના પર ઇંટો ફેંકવાનું શરૂ કર્યું. બાદમાં સેનાના જવાનોએ ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કર્યો, જેના જવાબમાં વિરોધીઓએ સેનાના એક વાહનમાં તોડફોડ કરી અને તેને આગ ચાંપી દીધી.