NEET-UG: મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UG 2024ને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવા જઈ રહી છે. CJE DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. બુધવારે કેન્દ્ર સરકાર અને NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ એફિડેવિટ દાખલ કરી હતી. છેલ્લી સુનાવણીમાં CJIએ કહ્યું હતું કે કોર્ટ NEET પરીક્ષાની પવિત્રતા અંગે ચિંતિત છે.

NEET UG કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવા જઈ રહી છે. શું NEET UG 2024 પરીક્ષા રદ કરીને ફરીથી લેવામાં આવશે? આ મામલે કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. અરજદારે વિનંતી કરી છે કે આ પરીક્ષા ફરીથી લેવામાં આવે.

CJE DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. બુધવારે કેન્દ્ર સરકાર અને NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ એફિડેવિટ દાખલ કરી હતી.

કેન્દ્ર સરકારે એફિડેવિટમાં શું કહ્યું?

બુધવારે NEET પેપર લીક કેસમાં કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. એફિડેવિટમાં જણાવાયું છે કે NEET-UG પરીક્ષામાં કોઈ મોટા પાયે ગોટાળો થયો નથી. કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે NEET પરીક્ષા ફરીથી યોજવાના પક્ષમાં નથી.

કોર્ટ પરીક્ષાની ‘પવિત્રતા’ અંગે ચિંતિત

તમને જણાવી દઈએ કે NEET UG 2024 પ્રવેશ પરીક્ષા આ વર્ષે 5 મેના રોજ યોજાઈ હતી. છેલ્લી સુનાવણી દરમિયાન CJIએ કહ્યું હતું કે પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં એટલે કે લગભગ 24 લાખને ધ્યાનમાં રાખીને ફરીથી પરીક્ષાનો આદેશ આપવો યોગ્ય નથી.

છેલ્લી સુનાવણીમાં, CJIએ કહ્યું હતું કે કોર્ટ NEET પરીક્ષાની ‘પવિત્રતા’ વિશે ચિંતિત છે જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને. જો સરકાર દ્વારા આની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હોય, તો તેનો વિગતવાર અહેવાલ સુપરત કરો.