સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન, CBI એ NEET પરીક્ષા પેપર લીક કેસમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ આમાં 13 લોકોને આરોપી બનાવ્યા છે. સીબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં નીતિશ કુમાર, અમિત આનંદ, સિકંદર યાદવેન્દુ, આશુતોષ કુમાર-1, રોશન કુમાર, મનીષ પ્રકાશ, આશુતોષ કુમાર-2ને આરોપી બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત અખિલેશ કુમાર, અવધેશ કુમાર, અનુરાગ યાદવ, અભિષેક કુમાર, શિવાનંદન કુમાર અને આયુષ રાજના નામ પણ આરોપીઓની યાદીમાં સામેલ છે. સીબીઆઈએ ચાર્જશીટમાં કહ્યું કે અત્યાર સુધીમાં તેણે આ કેસમાં કુલ 40 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 15ની બિહાર પોલીસે ધરપકડ કરી છે અને 58 સ્થળોએ સર્ચ કર્યું છે.