Independence Dayને લઈને આજે દિલ્હીમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં NSG, SPG, IB, આર્મી અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં વીવીઆઈપીની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. ભારતીય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદી હુમલા જેવી ઘટનાઓનો સામનો કરવા માટે પોલીસ દળની સજ્જતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગુપ્તચર વિભાગ પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે
બેઠકમાં પીએમ મોદીની સુરક્ષાને લઈને પણ ચર્ચા થઈ હતી. આ મામલે ગુપ્તચર વિભાગ, સંબંધિત વિભાગો, સુરક્ષા એકમો અને તમામ દળો પાસેથી માહિતી માંગવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીને મળતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.