‘રોકસ્ટાર’ ફેમ Nargis fakhriની બહેન આલિયા ફખરીની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી છે. તેના પર તેના બોયફ્રેન્ડને જીવતો સળગાવવાનો આરોપ છે. 43 વર્ષીય આલિયા પર બે માળના ગેરેજમાં આગ લગાવવાનો આરોપ છે જેના પરિણામે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને તેની ગર્લફ્રેન્ડનું મૃત્યુ થયું હતું.અહેવાલ મુજબ થર્મલ ઈજાના કારણે મૃત્યુ થયું છે. જોકે નરગીસ ફખરીની માતાએ પોતાની પુત્રી પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું છે કે મારી દીકરી કોઈની હત્યા કરી શકે નહીં.
સ્થળ પર જ મૃત્યુ થયું હતું
એડવર્ડ જેકોબ્સ, 35, અને અનાસ્તાસિયા ‘સ્ટાર’ એટીન, 33, ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા. આલિયા પર આરોપ છે કે તેના દ્વારા લાગેલી આગથી નીકળતા ધુમાડાને કારણે થર્મલ ઈજાના કારણે બંનેના મોત થયા હતા.
આ ઘટના વિશે પાડોશીઓએ મીડિયાને જણાવ્યું ‘અમને કોઈ વસ્તુમાંથી સહેજ બળવાની ગંધ આવી હતી મને ખબર નથી કે તે પેટ્રોલ હતું કે બીજું કંઈક. જ્યારે અમે બહાર દોડ્યા તો જોયું કે સીડી પર રાખેલા સોફામાં આગ લાગી હતી. ઘટનાના સાક્ષીએ પોલીસને જણાવ્યું કે આલિયા પહેલા બધાને કહેતી હતી કે તે તેનું ઘર સળગાવી દેશે, તે તેને મારી નાખશે.
બંને 1 વર્ષ પહેલા સુધી રિલેશનશિપમાં હતા
નરગીસ ફખરીની બહેન આલિયા અને મૃતક એડવર્ડ એક વર્ષ પહેલા સુધી રિલેશનશિપમાં હતા. એડવર્ડની માતાએ કહ્યું છે કે બંને એક વર્ષ પહેલા અલગ થઈ ગયા હતા જોકે આલિયા આ વાત સ્વીકારી શકતી ન હતી. બદલો લેવા તેણે એડવર્ડ અને તેની નવી ગર્લફ્રેન્ડને જીવતી સળગાવી દીધી.