Mumbai: મુંબઈ એરપોર્ટ પર બે પેસેન્જર વિમાનો વચ્ચે જમીન પર ટક્કર થઈ છે. અકસ્માત સમયે બંને વિમાનોમાં મુસાફરો સવાર હતા, જેના કારણે થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો. મુંબઈથી કોઈમ્બતુર જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 2732 રનવે પર પાર્ક કરવામાં આવી હતી. દરમિયાન, ઈન્ડિગોની ફ્લાઇટ 6E 791 હૈદરાબાદથી મુંબઈ પહોંચ્યા પછી ટેક્સી કરી રહી હતી.