mecca: આબોહવા વૈજ્ઞાનિકો અને સંશોધકોના એક સ્વતંત્ર જૂથે જણાવ્યું છે કે હવામાન પરિવર્તનના કારણે સાઉદી અરેબિયામાં ગરમીનાં લીધે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. જેના કારણે ત્યાંના તાપમાનમાં 2.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આ તીવ્ર ગરમીના કારણે ઓછામાં ઓછા 550 હજ યાત્રીઓના મોત થયા છે. અહેવાલો અનુસાર, મૃતકોમાં 323 ઇજિપ્તવાસીઓ, 98 ભારતીય, 60 જોર્ડન અને પાંચ ઈરાનીનો સમાવેશ થાય છે.
આબોહવા વૈજ્ઞાનિકો અને સંશોધકોના એક સ્વતંત્ર જૂથે જણાવ્યું છે કે હવામાન પરિવર્તનના કારણે સાઉદી અરેબિયામાં ગરમી વધી રહી છે. જેના કારણે ત્યાંના તાપમાનમાં 2.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આ તીવ્ર ગરમીના કારણે ઓછામાં ઓછા 550 હજ યાત્રીઓના મોત થયા છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે કુદરતની પરિવર્તનશીલતાએ કદાચ નાની ભૂમિકા ભજવી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, પૂર્વીય ભૂમધ્ય અને પશ્ચિમ એશિયાના મોટા ભાગોએ ભારે તાપમાનનો સામનો કરવો પડ્યો છે.
મૃતકોમાં 323 ઇજિપ્તવાસીઓ, 98 ભારતીય નાગરિકો છે
શુક્રવારે શરૂ થયેલી વાર્ષિક હજ યાત્રા દરમિયાન ઓછામાં ઓછા 550 તીર્થયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા, મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. મક્કા મસ્જિદની આસપાસનું તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. અહેવાલો અનુસાર, મૃતકોમાં 323 ઇજિપ્તવાસીઓ, 98 ભારતીય, 60 જોર્ડન અને પાંચ ઈરાનના નાગરિકોનો સમાવેશ થાય છે.
EU દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ ક્લાઇમોમીટરના વિશ્લેષકોએ તેને “ખૂબ જ અસામાન્ય” ઘટના ગણાવી. તેમણે કહ્યું કે, અમે સાઉદી અરેબિયામાં ભારે ગરમી માટે માનવીય વાતાવરણમાં થતા પરિવર્તનને જવાબદાર ગણીએ છીએ. આમાં કુદરતી પરિવર્તનશીલતાની ભૂમિકા નજીવી હોઈ શકે છે.