Mexico: ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા પણ તે પોતાનું વલણ બતાવી રહ્યો છે. મંગળવારે ટ્રમ્પે મોટી જાહેરાત કરતા કહ્યું કે તેઓ મેક્સિકોની ખાડીનું નામ બદલી દેશે. નવું નામ ગલ્ફ ઓફ અમેરિકા હશે.
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ પહેલા પણ તે પોતાનું વલણ બતાવી રહ્યો છે. મંગળવારે ટ્રમ્પે મોટી જાહેરાત કરતા કહ્યું કે તેઓ મેક્સિકોની ખાડીનું નામ બદલી દેશે. નવું નામ ગલ્ફ ઓફ અમેરિકા હશે. તમને જણાવી દઈએ કે મેક્સિકોની ખાડી ઉત્તર અમેરિકા અને ક્યુબાથી ઘેરાયેલો સમુદ્ર છે. તે કેરેબિયન સમુદ્રની પશ્ચિમે છે. તેનો વિસ્તાર લગભગ 16 લાખ ચોરસ કિલોમીટર છે. તેની સૌથી ઊંડી જગ્યા સિગ્સબી ટ્રેન્ચ છે જે સપાટીથી 14 હજાર 383 ફૂટની ઊંડાઈ પર સ્થિત છે.