કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ,ગીર સોમનાથ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વલસાડ અને વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી વરસી શકે છે. .પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના છે તો બીજી તરફ વડોદરા, છોટા ઉદેયપુર અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સહિત નવસારી, વલસાડ, દાદરાનગ હવેલીમાં વરસાદ વરસી શકે છે. .હવામાન વિભાગના અનુસાર, રવિવાર બાદ બ ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ચોમાસુ ફરી એક્ટિવ થશે અને સક્રિયતાથી આગળ વધશે.
તો બીજી તરફ કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા દિલ્હીના લોકોને થોડી રાહત મળી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે જ મધ્યપ્રદેશ, વિદર્ભ, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે. હવામાન વિભાગે પણ દિલ્હીમાં વાદળછાયું આકાશ અને હળવા ઝરમર વરસાદની આગાહી કરી છે. આ સિવાય બિહાર-ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં પણ ચોમાસાની અસર થશે.
દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ અને પવનને પગલે વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવતીકાલે પણ દિલ્હીમાં ગરમીથી રાહત મળશે. હવામાન વિભાગે શુક્રવારે અને શનિવારે પણ દિલ્હીમાં વાદળછાયું આકાશ અને વાવાઝોડાની આગાહી કરી છે. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ધૂળની ડમરીઓ આવવાની પણ શક્યતા છે.