Mumbai: સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 49 લોકો ઘાયલ થયા હતા. બૃહન્મુંબઈ ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસની બ્રેક ફેઈલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા મહારાષ્ટ્ર પોલીસ અધિકારી, ડીસીપી ઝોન-5 ગણેશ ગાવડેએ જણાવ્યું હતું કે કુર્લામાં બેસ્ટ બસે કાબૂ ગુમાવવાની ઘટનામાં 49 લોકો ઘાયલ થયા છે અને 4 લોકોના મોત થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે…બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે…પૂછપરછ ચાલુ છે. જો કે હવે મૃતકો અને ઘાયલોની સંખ્યામાં વધારો થયો છે.

દુર્ઘટના બાદ સ્થળ પર પહોંચેલા શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેએ જણાવ્યું કે, કુર્લા સ્ટેશનથી જતી બસની બ્રેક ફેલ થઈ ગઈ. ડ્રાઈવર બસ પર કાબુ રાખી શક્યો ન હતો. ગભરાઈને તેણે બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યું, જેનાથી બસની સ્પીડ વધી ગઈ. જેના કારણે 30-35 લોકો બસની અડફેટે આવી ગયા હતા. મૃતકો સિવાય 4 ઘાયલ લોકોની હાલત ગંભીર છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

BMC અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત કુર્લાના BSM L ખાતે થયો હતો. વોર્ડ પાસે થયો હતો. બેસ્ટની બસ કુર્લા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. પરંતુ બસ અચાનક ડ્રાઈવરના કાબુ બહાર ગઈ હતી. બસે પહેલા રાહદારીઓને કચડી નાખ્યા અને પછી ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનો સાથે અથડાઈ. આ પછી બસ રહેણાંક સોસાયટીના ગેટ સાથે અથડાઈને થંભી ગઈ હતી.