Maharashtra માં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ઠાકરે બંધુઓની મુલાકાત અને ઉદ્ધવના ભાજપ સાથે હાથ મિલાવવાની અટકળો બાદ, હવે NCP વડા શરદ પવારે ખુલ્લેઆમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા છે. જાણો પવારે શું કહ્યું?
રાજકીય ઉથલપાથલ વચ્ચે, હવે NCP વડા શરદ પવારે ખુલ્લેઆમ દેવેન્દ્ર ફડણવીસના વખાણ કર્યા છે. શરદ પવારે કહ્યું, દેવેન્દ્ર આટલી મહેનત કરે છે પણ થાકતા કેમ નથી? પવારે કહ્યું, દેવેન્દ્રની કામની ગતિ ખૂબ જ ઝડપી છે. તેમની મહેનત જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે તેઓ કેમ થાકતા નથી? ખરેખર, આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો જન્મદિવસ છે. ફડણવીસના જન્મદિવસ નિમિત્તે એક કોફી ટેબલ બુક પ્રકાશિત કરવામાં આવી હતી, જે દરમિયાન પવારે આ વાતો કહી હતી.
શરદ પવારે ‘મહારાષ્ટ્ર નાયક’ નામની આ કોફી ટેબલ બુકમાં એક લેખ લખ્યો છે. શરદ પવારે આ ટેબલ બુકમાં આ બધું લખ્યું છે અને ફડણવીસના વખાણ કર્યા છે.