MahaKumbh: એક અઠવાડિયામાં શરૂ થનારા મહાકુંભ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે સાધુસંતો દ્વારા બનાવવામાં આવેલા ટેન્ટ નજીક એક અનોખી વ્હાઈટ બસે આકર્ષણ જમાવ્યું છે.
MahaKumbh: ૧૨ જ્યોતિર્લિંગોની યાત્રા કરીને પવિત્ર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો
રિપોર્ટ મુજબ, સ્વામી સચ્ચિદાનંદ ચૈતન્યની બસ તેમના ઘર અને દુનિયાના સૌથી ભારે સ્ફટિકના શિવલિંગના રૂપમાં કામ કરી રહી છે. સ્વામી સચ્ચિદાનંદના જણાવ્યા અનુસાર, તેમના ગુરુ શ્રી લક્ષ્મણ ચૈતન્ય બ્રહ્મચારી દ્વારા સ્થાપિત શિવલિંગ દુનિયાનું સૌથી ભારે સ્ફટિક શિવલિંગ છે. સ્ફટિકના શિવલિંગનું વજન ૬૫ કિલોગ્રામ છે.
લક્ષ્મણ ચૈતન્ય બ્રહ્મચારી જીએ ઉજ્જૈન સિંહસ્થ કુંભ દરમિયાન ૧૯૯૨માં આ બસને તૈયાર કરાવી હતી અને તેનું નામ શ્રી શ્રી હરસિદ્ધ રખાવ્યું હતું. આ બસ કોઈ મંદિરથી ઓછી નથી અને અનેક સિદ્ધિઓ । અપાવનારી છે. તેમના ભક્તોના જણાવ્યા અનુસાર, આ બસ લઈને તેમણે તમામ તીર્થ સ્થળોનું ભ્રમણ કર્યું હતું. લક્ષ્મણ ચૈતન્ય બ્રહ્મચારી જીએ બસની ઉપર ચોરસ તળાવ બનાવ્યું હતું.
જેમાં, શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત તમામ તીર્થ સ્થળો અને સરોવરોનું પવિત્ર જળ એકત્ર કરવામાં આવ્યું હતું. તમામ ૧૨ જ્યોતિર્લિંગોના જળનો ઉપયોગ કરીને સ્ફટિકના શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો. ૨૦૦૧માં તેઓ બ્રહ્મલીન થયા હતા. ત્યાર બાદ તેમની શિષ્યા ગુરુ મા ડોક્ટર કલ્યાણી ચૈતન્ય બ્રહ્મચારિણી અમ્માજીએ પોતાનું પૂરુ જીવન બસમાં વિતાવ્યું હતું. ૨૦૨૩માં તેમનું નિધન થયું હતું.