Kongo: કોંગોના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક બોટ પલટી જવાથી ઘણા ફૂટબોલ ખેલાડીઓ સહિત 25 લોકોના મોત થયા છે. દુર્ઘટના અંગે અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે ફૂટબોલ ખેલાડીઓ રવિવારની રાત્રે માઈ-નડોમ્બે પ્રાંતના મુશી શહેરમાં મેચ રમીને પરત ફરી રહ્યા હતા ત્યારે ક્વા નદીમાં બોટ પલટી ગઈ હતી. એવું માનવામાં આવે છે કે દુર્ઘટનાનું કારણ નબળી દૃશ્યતા હોઈ શકે છે. ઓછામાં ઓછા 30 અન્ય લોકોને બચાવી લેવાયા છે.