Jammu kashmir: જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલા આતંકી સંગઠનો ફરી એક્શનમાં આવવા લાગ્યા છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન આતંકવાદીઓ ઘાટીમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે ભારતીય સેનાએ આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. સેનાએ સોમવારે સવારે 2 આતંકીઓની ધરપકડ કરી છે. ગુપ્ત માહિતીના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ મળીને નૌશેરા જિલ્લામાંથી બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.

‘ઓપરેશન કાંચી’
ભારતીય સેનાએ Jammu Kashmirમાં ઓપરેશન કાંચી શરૂ કર્યું છે. આ સર્ચ ઓપરેશન હેઠળ સેનાને નૌશેરામાં આતંકીઓની હાજરીના સમાચાર મળ્યા હતા. 8 સપ્ટેમ્બર 2024ની રાત્રે સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે નૌશેરાના લામ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. થોડા કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર કર્યા હતા.

આતંકવાદીઓનું આયોજન
સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે. આતંકીઓ પાસે 2 AK-47 અને 1 પિસ્તોલ સહિત ઘણાં હથિયારો હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદીઓ ઘાટીમાં કોઈ મોટું કાવતરું ઘડવાની કોશિશ કરી રહ્યા હતા.

વ્હાઇટ નાઈટ કોર્પ્સે માહિતી આપી હતી
ભારતીય સેનાની પાંખ વ્હાઇટ નાઈટ કોર્પ્સે X પ્લેટફોર્મ પર એક ટ્વિટ શેર કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે ‘ઓપરેશન કાંચી’ ગુપ્ત માહિતીના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસના સહયોગથી આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ 8 સપ્ટેમ્બરની રાત્રે નૌશેરાના લામમાં આ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી 2 AK-47 અને 1 પિસ્તોલ સહિત મોટી સંખ્યામાં હથિયારો મળી આવ્યા છે.

જમ્મુ કાશ્મીર ચૂંટણી 2024
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં 19 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. બીજા તબક્કાનું મતદાન 25મી સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન 1લી ઓક્ટોબરે યોજાશે. જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર યોજાનારી ચૂંટણીના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર થશે.