Israeli missiles hit northern Gaza : ઉત્તર ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયાની આશંકા છે. પેલેસ્ટિનિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે કેમ્પમાં હુમલો થયો હતો અને હોસ્પિટલમાં ડઝનેક મૃતદેહો પડ્યા હતા.

ઈઝરાયેલી સેનાએ રવિવારે ઉત્તરી ગાઝામાં શરણાર્થી શિબિર પર બીજો ઘાતક હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા. જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ગાઝા શહેરની અલ-અહલી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ફદલ નઈમે જણાવ્યું કે મૃતકોમાં નવ મહિલાઓનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

ઇઝરાયેલે જબાલિયાના શહેરી શરણાર્થી કેમ્પને નિશાન બનાવીને આ હુમલો કર્યો હતો. હુમલાને લઈને ઈઝરાયેલી સેના તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પેલેસ્ટિનિયન ડોકટરોએ જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝા પટ્ટીના જબાલિયામાં એક ઘર પર રવિવારે વહેલી સવારે હુમલો થયો હતો. આ હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા અને ઘાયલ થયા.

ડઝનેક મૃતદેહો ધાબળામાં લપેટાયેલા જોવા મળ્યા હતા

સોશિયલ મીડિયા પર ફરતા થયેલા ફૂટેજમાં એક ડઝનથી વધુ મૃતદેહો ધાબળામાં લપેટીને હોસ્પિટલમાં જમીન પર રાખવામાં આવ્યા હતા. રહેવાસીઓએ જણાવ્યું કે જે ઈમારત પર હુમલો કરવામાં આવ્યો તેમાં ઓછામાં ઓછા 30 લોકો રહેતા હતા. સત્તાવાર પેલેસ્ટિનિયન સમાચાર એજન્સી WAFA અને હમાસ મીડિયાએ મૃત્યુઆંક 32 ગણાવ્યો છે. પ્રદેશના આરોગ્ય મંત્રાલય દ્વારા સંખ્યાની તાત્કાલિક પુષ્ટિ થઈ નથી.