રશિયાના દક્ષિણ વિસ્તારમાં રોસ્ટોવ શહેરના અટકાયત કેન્દ્રમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ (ISIS) સાથે જોડાયેલા કેદીઓએ બે ગાર્ડને બંધક બનાવ્યા હતા. રશિયન મીડિયાએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે છ કેદીઓ, જેમાંથી કેટલાક ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા હતા, તેમણે બે ગાર્ડને બંધક બનાવ્યા હતા અને તેમની મુક્તિની માંગ કરી રહ્યા હતા. તાત્કાલિક કાર્યવાહી કરીને રશિયન સેનાએ ISIS સાથે જોડાયેલા લોકોને મારી નાખ્યા અને ગાર્ડ્સને મુક્ત કર્યા.
રવિવારે આ ઘટના અંગે માહિતી આપતા જેલ અધિકારીઓએ જણાવ્યું કે ISISના કેદીઓએ જેલ નંબર 1માં બે જેલ અધિકારીઓને બાંધી દીધા હતા. કેદીઓ જેલ અધિકારીને બાંધીને તેમની મુક્તિની માંગ કરી રહ્યા હતા. આ કેદીઓ બારી તોડીને પોતાના સેલમાંથી બહાર આવ્યા અને ગાર્ડ રૂમમાં પ્રવેશ્યા. જ્યાં તેણે ઓછામાં ઓછા બે જેલ અધિકારીઓને બંધક બનાવ્યા હતા. જે બાદ રશિયન દળોએ આ કેદીઓને મારી નાખ્યા અને તેમના ગાર્ડ્સને છોડી દીધા. માહિતી આપવામાં આવી હતી કે બંને ગાર્ડ એકદમ સુરક્ષિત છે અને તેમને કોઈ પ્રકારની ઈજા થઈ નથી.
વિશેષ દળોએ કાર્યવાહી કરી
રશિયન મીડિયાએ જણાવ્યું હતું કે કેટલાક કેદીઓ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ (ISIS) સાથે સંકળાયેલા હોવાના અહેવાલ છે અને ઘણા પર ગંભીર ગુનાનો આરોપ છે. રશિયાની ફેડરલ પેનિટેન્ટરી સર્વિસે જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવી હતી, ત્યારબાદ વિશેષ દળોએ કાર્યવાહી કરી અને બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ જેલની આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. રવિવારે કેદીઓએ જેલના રક્ષકોને બંધક બનાવી લીધા હતા, પરંતુ થોડી જ વારમાં રશિયન સેનાએ કાર્યવાહી કરીને ગાર્ડને બચાવી લીધા હતા.
આ પહેલા પણ ISISએ હુમલો કર્યો હતો
22 માર્ચે રશિયાની રાજધાની મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં ભયાનક હુમલો થયો હતો. જેમાં લગભગ 144 લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા. બાદમાં ISISએ આ હુમલાની જવાબદારી લીધી હતી. જે બાદ બીજી વખત ISISએ રશિયામાં જેલના બે ગાર્ડને બંદી બનાવ્યા હતા.