ઈરાને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના સમગ્ર ક્રૂને મુક્ત કર્યા છે. ક્રૂમાં 17 ભારતીયો સહિત 25 લોકોનો સમાવેશ થાય છે. ભારતના વિદેશ મંત્રાલયે સલાહ આપી છે કે જો ભારતના લોકો ઈઝરાયેલ-ઈરાનનો પ્રવાસ કરે તો તેઓએ સાવધાની રાખવી જોઈએ. ન્યાયિક નિયમો હેઠળ તેમની અટકાયત કરવામાં આવી હતી.
ઈરાને પોર્ટુગીઝ-ધ્વજવાળા કાર્ગો જહાજ MSC Ariesના સમગ્ર ક્રૂને મુક્ત કર્યા છે. ક્રૂમાં 17 ભારતીયો સહિત 25 લોકોનો સમાવેશ થાય છે. ભારતીય ક્રૂ મેમ્બર્સમાં એકમાત્ર મહિલા કેડેટ એન ટેસા જોસેફને ઈરાની સૈન્ય દ્વારા પહેલાથી જ મુક્ત કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાયાને શુક્રવારે એસ્ટોનિયન વિદેશ મંત્રી માર્ગસ ત્સાહકાના સાથે ફોન પર વાત કરી હતી અને આ દરમિયાન તેમણે ક્રૂને મુક્ત કરવાની જાણકારી આપી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયે સલાહ આપી છે કે જો ભારતીય લોકો ઈઝરાયેલ અને ઈરાનની યાત્રા કરે છે તો તેઓએ સાવચેતી રાખવી જોઈએ અને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ. વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું હતું કે ક્રૂમાં ભારતીય, ફિલિપિનો, પાકિસ્તાની, રશિયન અને એસ્ટોનિયન નાગરિકોનો સમાવેશ થાય છે.
ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રાદેશિક જળસીમામાં જપ્ત કરાયેલા પોર્ટુગીઝ જહાજ અંગે અમીર અબ્દુલ્લાહિયાને વાતચીતમાં કહ્યું કે જહાજ તેના રડાર બંધ કરીને અમારા જળસીમાની સુરક્ષાને જોખમમાં મૂક્યું છે. તેથી તેને ન્યાયિક નિયમો હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
Read This Latest News : –
- Gujaratના શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ઘટના : Worldgrad અને SNV ઈન્ટરનેશનલ સ્કૂલ વચ્ચે મહત્વનો કરાર
- ફક્ત Aam Admi Party જ ભાજપની તાનાશાહીમાંથી ગુજરાતને છોડાવી શકે તેમ છે: Isudan Gadhvi
- Ahmedabad: મૃત્યુ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીમાં જવાની નથી જરૂર, સ્મશાનગૃહમાં લગાવવામાં આવશે QR કોડ
- Gujaratના 11 જિલ્લામાં ધૂળની ડમરીઓ સાથે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે આપી નવી અપડેટ
- ભલામણની શરત પુરી… કર્મચારીઓ સીધી પરમિટ લઈને Gift Cityમાં પી શકશે દારૂ