International Update: શનિવારે ઉત્તરપશ્ચિમ મેક્સિકોમાં એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી, ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણા બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા હતા અને 12 ઘાયલ થયા હતા.

મેક્સિકોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી

શનિવારે ઉત્તરપશ્ચિમ મેક્સિકોમાં એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી, ત્યારબાદ એક મોટો વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણા બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા હતા અને 12 ઘાયલ થયા હતા.

સોનોરાના ગવર્નર અલ્ફોન્સો દુરાઝોએ સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, સોનોરા રાજ્યની રાજધાની હર્મોસિલો શહેરમાં આગ લાગી હતી. સોનોરાના એટર્ની જનરલ ગુસ્તાવો સલાસ ચાવેઝે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 23 લોકો માર્યા ગયા હતા અને ઘાયલોને હર્મોસિલોની છ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. સલાસ ચાવેઝે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ “ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી” થયા હતા.

ફાયર બ્રિગેડની ટીમો આગ ઓલવવા માટે કામ કરી રહી છે. ગવર્નરે કહ્યું, “હાલમાં અમારી પાસે કોઈ સંકેત નથી કે આગ જાણી જોઈને લગાવવામાં આવી હતી.” તેમણે એમ પણ કહ્યું કે અધિકારીઓ આ કેસના દરેક પાસાની તપાસ કરશે. સોશિયલ મીડિયા પર ફરતી તસવીરોમાં વાલ્ડો સ્ટોરમાં ભીષણ આગ લાગી હોવાનું જોવા મળે છે. એક વીડિયોમાં સ્ટોરના પ્રવેશદ્વારથી થોડા મીટર દૂર એક બળી ગયેલો માણસ પડેલો જોવા મળે છે.

આ પણ વાંચો