દિલ્હીથી બનારસ જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બની માહિતી મળતા હડકંપ મચી ગયો છે. ઈન્ડિગોની ફ્લાઇટ આજે એટલે મંગળવારે સવારે દિલ્હીથી બનારસ જવા માટે ઉડવાની હતી, ત્યારે વિમાનમાં બોમ્બ હોવાની ખબર મળી. ત્યાર બાદ વિમાનનું ઇમર્જન્સી એવેક્યુલેશન કરાવવામાં આવ્યું. ફ્લાઇટમાં બોમ્બની ખબર મળતા જ યાત્રી અને ક્રૂ મેમ્બર્સ વચ્ચે હાહાકાર મચી ગયો. લોકો એરપોર્ટ પર જ વિમાનની ઇમર્જન્સી એક્ઝિટથી જ કૂદી ભાગવા લાગ્યા.
પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી બાદ ફ્લાઇટને એક આઇસોલેટેડ જગ્યા પર લઈ જવામાં આવી, જ્યાં તમામ યાત્રીઓનું ઇમર્જન્સી એક્ઝિટ કરાવવામાં આવ્યું. વિમાન દિલ્હીના T2 ટર્મિનલથી સવારે 5:04 વાગ્યે બનારસ માટે ટેકઓફ કરવાનું હતું, પરંતુ બોમ્બની માહિતી મળતાં મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવવામાં આવી હતી. આ સિવાય સીઆઈએસએફની 5 ટીમો પણ સ્થળ પર હાજર છે.
આ મામલે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સીઆઈએસએફના એક અધિકારીએ જણાવ્યું કે, ઈન્ડિગો ફ્લાઈટમાં ટિશ્યુ પેપર પર લખેલું બોમ્બ મળી આવ્યું છે. જો કે, ફ્લાઇટમાં સાચે બોમ્બ હતો કે નહિ, અથવા તો આ એક ફેક કોલ છે, આ અંગે તો તપાસ કર્યા પછી જ ખબર પડશે. આ પહેલા દિલ્હીની સ્કૂલોમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી હતી. એટલું જ નહિ, ગૃહ મંત્રાલયમાં પણ બોમ્બની ખબર આવી હતી, જો કે ત્યાર બાદ ફેક સાબિત થઇ હતી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી બહાર નીકળતા મુસાફરોના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લોકો ઈમરજન્સી ગેટમાંથી બહાર નીકળી રહ્યા છે. તે જોઈ શકાય છે કે વિમાનમાંથી મુસાફરોને ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ઉતાવળમાં કેટલાક લોકો બારીમાંથી બહાર આવતા પણ જોવા મળે છે.