India-Pakistan Military Power : મંગળવારે (22 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના Pahelgamમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ ખરાબ થયા છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. 

આ વચ્ચે ભારત સરકાર દ્વારા 1960ની સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી છે, તેના પરથી ભારત સરકારના આકરા તેવરનો અંદાજ આવી રહ્યો છે. ભારતમાં પાકિસ્તાની હાઇ કમિશનમાં હાજર અધિકારીઓને 48 કલાકની અંદર તેમના દેશ પાછા ફરવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે.

આ બધા વચ્ચે, ભારતીયોમાં પાકિસ્તાન સામે નિર્ણાયક યુદ્ધની માંગણી ઉઠી રહ્યી છે. આ કારણે ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી પણ કરી શકે છે. પીએમ મોદીએ પોતે બિહાર મુલાકાત દરમિયાન આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટી કાર્યવાહીનો સંકેત આપ્યો છે. આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી શકે છે.

ભારત શક્તિશાળી સેનાઓમાંની એક

ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ 2025 મુજબ, ભારત પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાંની એક છે. ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ સૈનિકો, ટેન્ક, વિમાન અને સબમરીન છે. રિપોર્ટ દર્શાવે છે કે લશ્કરી શક્તિની દ્રષ્ટિએ ભારત પાકિસ્તાન કરતા ઘણું આગળ છે. જો ભારત આ બાબતમાં ચોથા સ્થાને છે તો પાકિસ્તાન 12મા સ્થાને ઘણું પાછળ છે. જો આપણે સક્રિય સૈનિકોની વાત કરીએ તો, ભારત પાસે 14.55 લાખ સૈનિકો છે, રિઝર્વ ફોર્સની વાત કરીએ તો, ત્યાં પણ આ આંકડો 11.55 લાખ સુધી પહોંચે છે. ભારત અર્ધલશ્કરી સૈનિકોની સ્થિતિમાં પણ ઘણું મજબૂત બન્યું છે. હાલમાં અર્ધલશ્કરી સૈનિકોની સંખ્યા 25 લાખ 27 હજાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતનું સંરક્ષણ બજેટ પણ ઝડપી ગતિએ વધ્યું છે. જો આપણે આંકડાઓમાં વાત કરીએ તો, હવે ભારતનું સંરક્ષણ બજેટ 77.4 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે, જેને 681210 કરોડ રૂપિયા પણ કહી શકાય.

આ રહી ભારતીય સૈન્યની તાકાત

ભારતીય સેનામાં 14.44 લાખ સક્રિય સૈનિકો છે, જ્યારે 11.55 લાખ રિઝર્વ ફોર્સ અને 25.27 લાખ અર્ધલશ્કરી દળો પણ છે. સેનાની પ્રહાર ક્ષમતામાં આધુનિક અને સ્વદેશી ટેકનોલોજીનું અદ્ભુત મિશ્રણ છે. ભારત પાસે કુલ 4201 ટેન્ક છે. આમાં, અર્જુન ટેન્ક, ટી-90 ભીષ્મ જેવા ખતરનાક ટેન્કોમાં પાકિસ્તાન સામે ભારતને અજેય બનાવવાની શક્તિ છે. અર્જુન ટેન્ક ભારતમાં વિકસાવવામાં આવી છે, જ્યારે T-90 ભીષ્મ રશિયાનું છે, જેને પાછળથી ભારત દ્વારા અપગ્રેડ કરવામાં આવ્યું હતું. ભારતીય સેના પાસે પિનાકા રોકેટ સિસ્ટમ, બ્રહ્મોસ મિસાઇલ, બોફોર્સ અને હોવિત્ઝર તોપો છે. આ શસ્ત્રો દુશ્મનને સરળતાથી હરાવી શકે છે. પાકિસ્તાનની સેનાની વાત કરીએ તો, તેની પાસે 6.54 લાખ સક્રિય સૈનિકો અને લગભગ 3742 ટેન્ક, 50523 સશસ્ત્ર વાહનો અને 752 સ્વ-સંચાલિત આર્ટિલરી યુનિટ છે. આ ઉપરાંત 692 રોકેટ લોન્ચર પણ છે. પાકિસ્તાન પાસે 2627 ટેન્ક છે, જે ભારતની સંખ્યા કરતા અડધી છે.

વાયુસેના: આકાશમાં ભારતનું વર્ચસ્વ

ભારતીય વાયુસેનાની વાત કરીએ તો, ભારત અહીં પણ ખૂબ શક્તિશાળી છે. હાલમાં ભારત પાસે 2,229 વિમાન, 600 ફાઇટર જેટ અને 899 હેલિકોપ્ટર છે. અને 50+ યુએવી સામેલ છે. આધુનિક ફાઇટર એરક્રાફ્ટમાં રાફેલ ફાઇટર જેટ, સુખોઈ Su-30MKI, મિરાજ-2000, મિગ-29 ફાઇટર જેટનો સમાવેશ થાય છે. ઉપરાંત, ભારતીય વાયુસેના બ્રહ્મોસ, અસ્ત્ર, રુદ્રમ અને આકાશ જેવી મિસાઇલ સિસ્ટમથી સજ્જ છે.

પાકિસ્તાન પાસે 1399 વિમાન છે, જેમાંથી 328 ફાઇટર જેટ, 64 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 565 ટ્રેનર એરક્રાફ્ટ અને 373 હેલિકોપ્ટર છે. તેની પાસે 57 એટેક હેલિકોપ્ટર અને 4 એરબોર્ન ટેન્કર પણ છે. અહીં પણ ભારતીય વાયુસેના માત્ર સંખ્યામાં જ નહીં પરંતુ લડાયક ક્ષમતા અને રેન્જમાં પણ ઘણી આગળ છે.

Pahelgam હુમલા બાદ ઉધમપુરમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું, જવાન અલી શેખ શહીદ, છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં આ ત્રીજું એન્કાઉન્ટર છે.

નૌકાદળ: ભારતની દરિયાઈ સરહદોનું રક્ષણ

ભારતીય નૌકાદળ ઝડપથી વિસ્તરી રહ્યું છે. રિપોર્ટ મુજબ, ભારત પાસે 150 યુદ્ધ જહાજો છે. તેની પાસે INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય જેવા વિમાનવાહક જહાજો અને પરમાણુ સબમરીન પણ છે, જે ધનુષ અને K-15 જેવી મિસાઇલોનો ઉપયોગ કરી શકે છે. ભારતીય નૌકાદળમાં કુલ 1,42,252 સક્રિય સૈનિકો છે. પાકિસ્તાન નૌકાદળ પાસે 114 જહાજો, 8 સબમરીન અને 9 ફ્રિગેટ યુદ્ધ જહાજો છે. તાજેતરના વર્ષોમાં પાકિસ્તાને તેની નૌકાદળ શક્તિમાં વધારો કર્યો હોવા છતાં, ભારતનું નૌકાદળ રેન્જ, નેટવર્કિંગ અને પરમાણુ ક્ષમતામાં ઘણું આગળ છે.

પાકિસ્તાનની લશ્કરી તાકાત કેટલી છે?

પાકિસ્તાનની લશ્કરી તાકાત ભારત કરતા ઘણી ઓછી છે. પાકિસ્તાન પાસે 6.54 લાખ સક્રિય સૈનિકો છે, જ્યારે પાકિસ્તાન વાયુસેના પાસે 1399 વિમાન છે, જેમાં 328 ફાઇટર જેટ, 57 એટેક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. પાકિસ્તાન નૌકાદળ પાસે 8 સબમરીન છે, જ્યારે પાકિસ્તાન પાસે કોઈ વિમાનવાહક જહાજ નથી. પાકિસ્તાન પાસે જે મુખ્ય શસ્ત્રો છે તેમાંનું એક 400 કિમી રેન્જનું ફતહ-II રોકેટ સિસ્ટમ છે, જે મિસાઇલ સંરક્ષણને બાયપાસ કરવામાં સક્ષમ છે. જોકે, પાકિસ્તાન પાસે જે ફાઇટર જેટ છે તેમાં ચીની J-10C ફાઇટર જેટ અને JF-17 ફાઇટર જેટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો..