BLAના બળવાખોરોએ Pakistanના બલુચિસ્તાનમાં 500થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેન હાઈજેક કરી લીધી છે. આ આતંકવાદી હુમલા અંગે Pakistanના વડા પ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારત પર ટ્રેન હાઇજેક અંગે ગંભીર આરોપો લગાવ્યા છે.
અગાઉ BLAના બળવાખોરોએ નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કર્યા હતા, જ્યારે પાકિસ્તાની સૈન્યના કર્મચારીઓ, ગુપ્તચર એજન્સીના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી છે. બલૂચ બળવાખોરોએ 214 મુસાફરોને બંધક બનાવ્યાનો પણ દાવો કર્યો છે.
ભારત પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા
Pakistanના વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે બલુચિસ્તાન ટ્રેન હાઇજેક ઘટના અંગે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે. રાણા સનાઉલ્લાહે દાવો કર્યો હતો કે ‘આ હુમલા પાછળ ભારતનો હાથ છે.’
એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, “ભારત આ હુમલાઓનું ષડયંત્ર અફઘાનિસ્તાનની અંદરથી ચલાવી રહ્યું છે.” રાણા સનાઉલ્લાહે કહ્યું, ‘ભારત આ બધું કરી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી.’ આ પછી BLAના બળવાખોરોને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રય મળે છે.
‘આયોજન અફઘાનિસ્તાનમાં થાય છે’
રાણા સનાઉલ્લાહે વધુમાં કહ્યું, ‘અફઘાનિસ્તાનમાં બેસીને તેઓ તમામ પ્રકારના કાવતરાં ઘડે છે. Pakistanના દુશ્મનો સક્રિય છે અને હવે તેના વિશે કોઈ બીજો અભિપ્રાય નથી. આ કોઈ રાજકીય મુદ્દો નથી કે કોઈ એજન્ડાનો ભાગ નથી, પરંતુ એક ષડયંત્ર છે. ભારત પર ગંભીર આરોપો લગાવતા તેમણે કહ્યું, ‘હા, ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ લિબરેશન આર્મી (BLA) બંનેને સમર્થન આપી રહ્યું છે.’
આ પણ વાંચો..
- IPL 2025: ધોની-રોહિત મેચ જોવા માટે 1 લાખ રૂપિયાની ટિકિટ, ઈન્ડિયન પ્રીમિયર લીગ 22 માર્ચથી શરૂ
- Russia-Ukraine War અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી મોટી ભવિષ્યવાણી, જાણો શું કહ્યું
- કાલે holika dahan, તમને મળશે આટલા કલાકો જ સમય, જાણો પૂજાની રીત અને મહત્વ
- Closing Bell : શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું, સેન્સેક્સ 74,030 પર સ્થિર થયો, નિફ્ટી પણ ઘટ્યો
- Delhiના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલની મુશ્કેલી વધી : વધુ એક ફરીયાદ નોંધાશે