India Canada : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધુ વણસી ગયો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના વાહિયાત આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતે કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે અને કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ પણ આપ્યો છે. હવે આ બધા તણાવ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. પીએમ મોદીએ કહ્યું છે કે ભારત હળવા સંબંધોમાં વિશ્વાસ કરતું નથી.
શું કહ્યું પીએમ મોદીએ?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એનડીટીવી વર્લ્ડ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારત ‘હળવા’ સંબંધોમાં વિશ્વાસ નથી કરતું અને વિશ્વ એ પણ સમજી રહ્યું છે કે દેશના સંબંધોનો પાયો વિશ્વાસ અને વિશ્વસનીયતા પર આધારિત છે. જો કે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કેનેડા સાથે જોડાયેલી ઘટનાઓનો સીધો ઉલ્લેખ કર્યો નથી.