આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચ ચાલી રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. ભારતે પ્રથમ બેટીંગ કરતા 249 રન બનાવ્યા છે અને ન્યુઝીલેન્ડને જીતવા માટે 250 રનનો ટાર્ગેટ આપ્યો છે.

બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ મેચની વિજેતા ટીમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. હારનારી ટીમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ પોતાના ગ્રુપમાં ટોચ પર પહોંચશે.
ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી અને પહેલા પાવરપ્લેમાં જ તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતને ત્રીજી ઓવરમાં જ પહેલો ઝટકો લાગ્યો. વાઈસ કેપ્ટન શુભમન ગિલ 2 રન બનાવીને ફાસ્ટ બોલર મેટ હેનરીના બોલ પર LBW આઉટ થયો હતો. પછી છઠ્ઠી ઓવરમાં, કેપ્ટન રોહિત શર્મા પણ પુલ શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે કાયલ જેમિસનના બોલ પર વિલ યંગના હાથે કેચ આઉટ થયો. આ પછી, ભારતીય ટીમને વિરાટ કોહલીના રૂપમાં મોટો ઝટકો લાગ્યો, જે હેનરીના બોલ પર કેચ આઉટ થયો. કોહલીનો કેચ ગ્લેન ફિલિપ્સે હવામાં ડાઇવ મારતા પકડ્યો. તે બાદ છેલ્લે અક્ષર પટેલની પણ વિકેટ પડતા ભારતીય ક્રિકેટ ચાહકોમાં નિરાશા સાંપડી છે. જો કે, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ ધુંઆધાર બેટીંગ કર્યુ છે. અય્યરે 79, અક્ષર પટેલે 42 અને હાર્દિક પંડ્યાએ 45 રન બનાવ્યા છે. ભારતીય ટીમનો સ્કોર 249 થયો છે. હવે ન્યુઝીલેન્ડે જીતવા માટે 250 રનનો ટાર્ગેટ પૂરો કરવાનો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ’રોર્ક.
આ પણ વાંચો..
- IndiGoના CEO અને મેનેજરને મળી રાહત, DGCA નોટિસનો જવાબ આપવા માટે આપ્યો વધુ સમય
- Donald Trumpનો યુદ્ધવિરામ કરાર નિષ્ફળ ગયો, થાઇલેન્ડે કંબોડિયા સરહદ પર કર્યો હવાઈ હુમલો
- ડ્રોપઆઉટમાં 341%નો વિક્રમી વિસ્ફોટ, 2.40 લાખથી વધુ બાળકો શાળા બહાર એટલે કે out of School :Dr. Parthivrajsinh Kathwadia
- Gujarat: બે હજારથી વધુ લોકોને તેમના પોતાના ઘરની ભેટ આપવામાં આવી હતી
- Kutch: મોબાઇલ ફોન માટે સગીર બાળકે બોરવેલમાં માર્યો કૂદકો, 8 કલાકના બચાવ કાર્ય બાદ થયું મોત




